શનિવાર, 12 ડિસેમ્બર, 2009



ગમતા નથી



હા!ખુદા વિણ તો અમો કોઈ કને નમતા નથી,
એ ગજાને આંબવાની કોઈની ક્ષમતા નથી.


કોઈને ધિક્કારવાનો છે નહીં મારો સ્વભાવ;
હા!કહ્યું’તું એટલું કે એ મને ગમતા નથી.


ફાંકડી પ્રસ્તાવના ને પૃષ્ઠ સુંદર છે ઘણાં;
છે કમી તો એટલી,કે શેર મનગમતા નથી.


 દોસ્ત!તું એવો ગયો-મહેફિલ ગઈ,મસ્તી ગઈ;
મજલિસોમાં ચાંદ પહેલાં જેમ આથમતા નથી.


જિંદગીમાં એમના યે છે ઘણા ઉપકાર,પણ-
દોસ્ત કંઇ ‘ફિરદૌસ’! નબળી બાજીઓ રમતા નથી.




1 ટિપ્પણી:

  1. હા!ખુદા વિણ તો અમો કોઈ કને નમતા નથી,
    એ ગજાને આંબવાની કોઈની ક્ષમતા નથી.
    સરસ ગઝલ થઈ ખુદા વગર શુ કામ કોઇને નમ્વુ?
    સપના

    જવાબ આપોકાઢી નાખો